કે પી ગૃપના સહયોગથી ભરૂચ કલેકટર કચેરી બહાર મુકવામાં આવેલ AQI મશીન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં

SHARE:

– દિવાળીના દિવસે શહેરમાં ફટાકડા ફોડતા હવા પ્રદુષણ વધ્યું 

ભરૂચ,

હવાની ગુણવત્તા અને પ્રદૂષણનું સ્તર જાણવા માટે ભરૂચ કલેકટર કચેરી બહાર મુકવામાં આવેલું AQI દર્શાવતું ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં મળતાંજાગૃત નાગરિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

ભરૂચ નગરપાલિકા અને કે પી ગૃપ દ્વારા કલેકટર કચેરી બહાર હવાની ગુણવત્તા જાણી શકાય તે માટે AQI દર્શાવતું ડિસ્પ્લે બોર્ડ મુકવામાં આવ્યું હતું.આ ડિસ્પ્લે બોર્ડ મારફતે હવાની ગુણવત્તાનો સૂચકાંક (AQI), હવામાં રહેલા રજકણો PM₂.₅ અને PM₁₀, કાર્બન ડાયોક્સાઇડ (CO₂), તાપમાન તેમજ ભેજ જેવા મહત્વપૂર્ણ પર્યાવરણીય માપદંડોની રિયલ-ટાઈમ માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે.જેના આધારે નાગરિકો પોતાના વિસ્તારની હવાની ગુણવત્તા અને પ્રદૂષણની સ્થિતિ જાણી શકે.

ભરૂચવાસીઓએ દિવાળીની દિવસે ફટાકડા ફોડી ઉજવણી કરતા સમગ્ર જીલ્લામાં ધુમાડા જોવા મળ્યા હતા.ફટાકડાના ધુમાડા અને અન્ય કારણોસર હવા પ્રદૂષણમાં વધારો થવા પામ્યો હતો.ત્યારે આવા સમયે AQIની સ્થિતિ જાણવી નાગરિકોના સ્વાસ્થ્ય અને સાવચેતીની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.પરંતુ પ્રદૂષણની સ્થિતિ દર્શાવતું ડિસ્પ્લે બોર્ડ જ બંધ હાલતમાં હોવાથી નાગરિકોને હવાની ગુણવત્તા અંગેની તાત્કાલિક માહિતી મળી શકતી નથી.

એક તરફ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની જાળવણી માટે વિવિધ યોજનાઓ અને મોનિટરિંગની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ જાહેર જનતાને હવાની ગુણવત્તાની જાણકારી આપતું ડિસ્પ્લે બોર્ડ બંધ રહેવું તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

GPCBના જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરે અને AQI ડિસ્પ્લે બોર્ડને ફરી કાર્યરત બનાવે તેવી લોકમાંગ ઊઠી છે.કારણ કે હવાની ગુણવત્તા જાણવી એ માત્ર આંકડાની બાબત નથી પરંતુ નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!