માનવેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા રાજપીપળા ખાતે ‘સમાવેશી રોયલ દિવાળી મહોત્સવ’નું ભવ્ય આયોજન

SHARE:

– ભજન સંગીત અને આદિવાસી લોકનૃત્ય ખાસ લોક આકર્ષણનું કેન્દ્ર રહ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સામાજિક એકતા, સમાનતા અને સર્વસમાવેશી ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી માનવેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા આગામી 14 નવેમ્બર, 2026ના રોજ રાજપીપળા ખાતે ‘સમાવેશી રોયલ દિવાળી મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, મહારાજા રઘુવીરસિંહ મહારાણી રૂકમણી દેવી, સહીત રાજવી પરિવારના સદસ્યો, અને કલાપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો અને સમુદાયના લોકોને એક મંચ પર લાવી દિવાળીના પર્વની ઉજવણી આનંદ, એકતા, સમાનતા અને પરસ્પર સન્માનની ભાવના સાથે કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સમાવેશ, ભાઈચારો અને સહઅસ્તિત્વનો સકારાત્મક સંદેશ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ ઉજવણીમાં ભજન સંગીત અને આદિવાસી લોકનૃત્ય સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં મહિલાઓ, દિવ્યાંગજનો, LGBTQ+ સમુદાય, અનુસૂચિત જનજાતિના સભ્યો તેમજ યુદ્ધવીરો સહિત વિવિધ સમુદાયના લોકોની સહભાગિતા આ મહોત્સવને વિશેષ અને અનોખો બનાવ્યો હતો

રાજપીપળાના ઐતિહાસિક વિજય પેલેસના પટાંગણમાં ખ યોજાયેલ આ મહોત્સવમાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો એકસાથે જોડાઈને દિવાળીના પર્વની ઉજવણી કરી હતી . આ કાર્યક્રમ માત્ર ઉત્સવની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં સમાજમાં સમાન અધિકાર, સામાજિક સ્વીકાર અને દરેક વ્યક્તિને સમાન સન્માન આપવાના મૂલ્યોને પણ ઉજાગર કર્યો હતો.

વધુમાં યુવરાજે જણાવ્યું હતું કે માનવેન્દ્ર ફાઉન્ડેશન વિવિધ સમુદાયોના સશક્તિકરણ, સમાન તકોના નિર્માણ અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ દિવાળી મહોત્સવના માધ્યમથી ફાઉન્ડેશન સમાજના તમામ વર્ગોને એકસાથે લાવી એકતા, પરસ્પર સન્માન અને સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે.આ સમાવેશી રોયલ દિવાળી મહોત્સવમાં વિશેષ આકર્ષણ ભજન સંગીત અને આદિવાસી લોકનૃત્ય ખાસ લોક આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!