દિવાળી વેકેશનમાં પણ શિક્ષણની જ્યોત જગાડતા બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાનું અનોખું સેવાકાર્ય

SHARE:

– ફળિયે ફળિયે ફરી શેરી શિક્ષણ આપીને શિક્ષણકાર્ય  કરી રહ્યાં છે 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

હાલ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે.સામાન્ય રીતે વેકેશનના શિક્ષકો,બાળકો વેકેશન એન્જોય કરતા હોય છે. પરંતુ બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા શેરીએ શેરી,ઘરે ઘરે, જઈ  શેરી શિક્ષણ આપી શિક્ષણની જ્યોત જલાવી રહ્યા છે.બાળકોનું વાંચન, લેખન, ગણન ભુલાઈ ન જાય એ માટે બાલ ગીત, અભિનય સાથે શિક્ષણ કાર્ય કરી રહ્યાં છે.

વેકેશનના આનંદની સાથે બાળકોનો અભ્યાસ ન છૂટે અને શિક્ષણની જ્યોત દરેક બાળકના હૃદયમાં પ્રજ્વલિત રહે તેવા ઉમદા હેતુથી તેઓ નિઃસ્વાર્થ ભાવે શિક્ષણ સેવા કરી રહ્યા છે.ગામ લોકો અનિલભાઈની સેવાને બિરદાવતા કહે છે કે “સાચો શિક્ષક એ જ છે, જે રજાના દિવસોમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે.”

શિક્ષણ માત્ર શાળા પૂરતું સીમિત નથી, પરંતુ સમાજના દરેક ફળિયા અને દરેક ઘર સુધી પહોંચે ત્યારે જ સાચા અર્થમાં શિક્ષણની ક્રાંતિ આવે છે.અનિલ ગુરુજીનું આ કાર્ય અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બન્યુ હોઈ અનિલ મકવાણાના સેવા કાર્ય ને બોરીદ્રા ગ્રામજનો બિરદાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!