અંકલેશ્વરમાં ટેલરીંગની આડમાં નશાના કારોબાર પર SOG નો સપાટો : 9.959 કિલો પોસડોડા અને 258 ગ્રામ અફીણ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડયો

SHARE:

ભરૂચ,

નેશનલ હાઈવે-48 પર હોટલ બેન્સનના કંપાઉન્ડમાં દરોડો: રૂ. 2.93 લાખનો મુદ્દામાલ જપ્ત,એક આરોપી વોન્ટેડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે SOG પોલીસે કાર્યવાહી કરી છે.અંકલેશ્વરના અમરતપુરા નજીક નેશનલ હાઈવે-48 પર આવેલી હોટલ બેન્સનના કંપાઉન્ડમાં દુકાન નંબર-5 પર દરોડો પાડીને પોસડોડા અને અફીણના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીની ઓળખ ખીયા ભૈરારામ ચૌધરી (ઉં.વ. 43), મૂળ રહે. બાલોતરા, રાજસ્થાન અને હાલ રહે. સાંઈધામ સોસાયટી, નૌગામા, અંકલેશ્વર તરીકે થઈ છે.

પોલીસે આરોપી પાસેથી 9.959 કિલોગ્રામ પોસડોડા, જેની કિંમત રૂ. 1,49,385 થાય છે,તેમજ 258 ગ્રામ અફીણ, જેની કિંમત રૂ. 1,29,000 થાય છે અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,93,385નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ નશાકારક પદાર્થો રાજસ્થાનના બાલોતરા ખાતે રહેતા મુલારામ નામના શખ્સ પાસેથી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસે મુલારામને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથધરી છે.

આ મામલે ભરૂચ SOG પોલીસે કાર્યવાહી બાદ વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસને સોંપી છે.પોલીસે નશાકારક પદાર્થોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચાણ કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!