(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જીલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫ એકતાનગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો જેમાં કલેકટર,સાંસદ સભ્યો ધારાસભ્યની ગેરહાજરી સૂચક બની હતી.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા,ભરૂચના સાંસદ મનસુખ વસાવા,છોટાઉદેપુરના સાંસદ જશું રાઠવાનું આમંત્રણ કાર્ડમાં નામ હોવા છતાં ગેરહાજર રહ્યાં હતા.આ કાર્યક્રમમમાં એક માત્ર નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડીડીઓ અંકિત પન્નુ જીલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગભાઈ હાજર રહ્યા હતા.જયારે જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલની પણ ગેરહાજરી સૂચક બની હતી.
આ અંગે મીડિયાએ ધારાસભ્ય દર્શનાબેનને ગેરહાજર રહેવા અંગે સવાલો કર્યા હતા.ત્યારે ગેરહાજર રહેવાનું કારણ ધારાસભ્ય દર્શનાબેને મીડિયાને આપતા જણાવ્યું હતું કે સાતસાત વિધાનસભા એમને સંભાળવાની હોય છે એટલે કદાચ ન આવી શક્યા હોય જેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા.હમણાં બે દિવસથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષણમન્ત્રી ડીંડોરે એક બીજા સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા.જેનો વળતો જવાબ ચૈતર વસાવાએ શિક્ષણમંત્રીને અલગ ભીલ પ્રદેશની માંગ અંગે જવાબ આપતાં રાજકારણ આપતાં ગરમાયું હતું.વારંવાર સાંસદ મનસુખ વસાવા અને આપ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વાદ વિવાદ થતો હોઈ આ વિવાદ વધુ ન વકરે એ માટે કદાચ નેતાઓ ગેરહાજરરહ્યાં હતા કે કોઈ બીજું કોઈ કારણ હતું એ અંગે અટકળો તેજ બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદામાં રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા મારફતે જાહેરમાં દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતા હોય છે. પણ એક મંચ પર આવવાનું ટાળતા હોય છે એકતાનગર ખાતે પણ રાજકીય નેતાઓની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is