– સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી શુભેચ્છા પાઠવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા જીવન વીમા નિગમ LIC એ 69માં સ્થાપના દિવસની ઉજવણી કરી. ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરી શુભેચ્છા પાઠવી હતી.
બ્રાન્ચ મેનેજર મુકેશ મીનાએ જણાવ્યું હતું કે આજે 1લી સપ્ટેમ્બર 1956 ના રોજ ભારતભરની ભારતીય જીવન વીમા નિગમ ની સ્થાપના થઈ હતી.જેના ઉપલક્ષય માં આજે રાજપીપલા શાખાનો 69 મો સ્થપના દિવસ ઉજવાયો હતો.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આજે વીમા કંપની દ્વારા કરોડો ના વીમા ઉતરાવી સામાન્ય જનનું જીવન સુરક્ષિત કરવામા LIC બેન્ક નો સિંહ ફાળો છે.આજે ભારતીય જીવન વીમા નિગમની દેશભર માં અનેક શાખાઓ છે.જેમણે લાખો લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે.રાજપીપલા શાખાની સુંદર કામગીરી બદલ કર્મચારી ઓને અભિનંદન પાઠવ્યા હતા.રાજપીપલા શાખાના વિકાસ અધિકારી રાજેશ વસાવા તથા ગુલાબસિંહ વસાવા એ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે શાખાના અધિકારી,સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી સ્થપના દિવસ મનાવ્યો હતો.




