– જમાઈને ભરૂચ સિવિલમાં સારવાર માટે ખસેડાયો
આમોદ,
આમોદ તાલુકાના કેસલું ગત રોજ રાત્રીના સમય સસરાએ લાકડા કાપવાની કુહાડીથી જમાઈને માથામાં ભાગે જીવલેણ ઘા કરી દેતા જમાઈનું ખોપડી ફાટી ગઈ હતી.આમોદ પોલીસ મથકે જમાઈએ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાએ સસરાને અટક કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાનાં કેસલું ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમનાં જમાઈ ગણપત રમણ રાઠોડ રહે.સરદારપુરા તા.જંબુસર જી. ભરૂચ તેમનાં ગામમાં મજૂરી નહી મળતા તેમનાં સસરાના સાથે કેસલું ગામે એક મહિનાથી રહેતાં હતા અને પતિ પત્નિ મજૂરીએ જતા હતા.ત્યારે ગત રોજ સાંજના સાતેક વાગે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સસરાએ જણાવ્યું હતુ કે તમો બન્ને પતી-પત્ની બેઠા બેઠા રોટલા ખાઓ છો.તો કમાણી કરો,બેઠા-બેઠા ઘર ના ચાલે.જેથી જમાઇએ સસરાને જણાવેલ કે અમો કામ મળે ત્યારે મજુરી કામે જઈએ છીએ.જેથી સસરા સાથે સામાન્ય બોલાચાલી થતાં સસરા ચતુરભાઈ મોતીભાઈ રાઠોડે એકદમ ઉશ્કેરાઇ ‘તુ જમાઈ નથી જમ છે તે મારી દિકરીને મજુરી જ કરાવી છે તુ જમાઈને લાયક નથી અને તને જીવતો રહેવા દેવો નથી તેમ કહી લાકડા કાપવાની કુહાડી જમાઈ ગણપત રાઠોડના માથામાં ઉપરના ભાગે મારી ખોપડી ફાડી નાંખી હતી.જેથી જમાઈને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલમાં લઈ ગયા હતા.જ્યાં તેઓની સારવાર ચાલુ છે.જેમાં તેઓને માથાના ભાગે ૧૪ ટાંકા આવ્યા હતા.આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાએ સસરા ચતુર મોતી રાઠોડની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is