ઢાઢર નદીનું જળસ્તર વધતા કાંકરિયા ગામના ૧૮ વ્યક્તિઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

SHARE:

આમોદ,

વડોદરાના આજવા સરોવર માંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થતાં કાંકરિયા ગામના ૧૮ લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હાલ ઢાઢર નદી સપાટી ૯૯.૪.ફૂટ નજીક વહી રહી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવર માંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો.જોકે આજવા સરોવર માંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા હાલ ઢાઢર નદીના જળસ્તરની સપાટી ૯૯.૪ ફૂટે સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ ઢાઢર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતને વ્યાપક નુકશાન થવાની ભીતિ દેખાઈ રહી છે.હાલ તો ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે.જેનાં પગલે આમોદ તાલુકાનાં નદી કાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી હતી.આમોદ તાલુકાના પુરસા,કાંકરિયા,મંજુલા,દાદાપોર તેમજ બુવાં ગામનાં ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ફરી વળતાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!