ભરૂચની જલારામધામ સોસાયટીમાં બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને ૧૭ તોલા સોનું સેરવી ગયા
ભરૂચ,
ભરૂચની જલારામધામ સોસાયટીના બે મકાનોને રહીશો ગણેશ વિસર્જન માં જતા તસ્કરોએ નિશાન બનાવી અંદરથી સત્તર તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી.
ગતરોજ ગણેશ વિસર્જન હોવાથી ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામધામ સોસાયટીના કેટલાક લોકો વિસર્જન યાત્રામાં ગયા હતા.આ તકનો લાભ લઈ તસ્કરોએ સોસાયટીમાં ત્રાટકી ગોપાલચંદ્ર રાવ અને કાંતિ રંજન શાહુના બંધ મકાનના તાળા તોડી તિજોરીને નિશાન બનાવી અંદરથી ૧૭ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી.
આ અગાઉ અનેક વખત આ જ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે.ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરી છે.




