આમોદમાં વરસાદના વિરામ વચ્ચે ઢાઢર નદીમાં પૂર આવતા ખેતીને વ્યાપક નુકશાન

SHARE:

આમોદ,

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી સતત બે કાંઠે વહી રહી છે.જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘુસી ગયા હતા.જેને લઈને ખેતીને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.વરસાદના વિરામ વચ્ચે તેમજ હાલ ઢાઢર નદી ૧૦૦.૫ ફૂટ નજીક વહી રહી છે.જે તેની ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર છે.ઢાઢર નદીની ભયજનક સપાટી ૧૦૨ છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે.નદી કાંઠાના કાંકરિયા, પૂરસા, રાણીપુરા, દાદાપોર,વાસણા,મંજોલા, જુના વાડિયા,કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકશાન પહોચ્યું છે.તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ ૧૮ તેમજ કોબલા ગામના ૬ મળી ૨૪ લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.ઢાઢર  નદીમાં આવેલા પૂરથી ખેડૂતોને વ્યાપક  નુકસાન થયું હતું.ખેતરોમાં લહેરાતો ઉભો પાક સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો હતો.જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!