ભરૂચમાં ગણેશ વિસર્જન દરમ્યાન થયેલ ૨૬૦૦ મૂર્તિઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ

SHARE:

– નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં ૨૬૦૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થતા તેનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરી શહેરમાં ત્રણ કૃત્રિમ જળકુંડ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયેલ ૨૬૦૦ જેટલી મૂર્તિઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવનાર છે.આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી.ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ૨૫૦૦થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે.

ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે દર વર્ષે લોકોને પર્યાવરણ મિત્ર માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ.આ વર્ષે આશરે ૩૦ ટકા ભક્તોએ માટીની મૂર્તિઓ સ્થાપી હતી.જ્યારે ૭૦ ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સ્થાપી હતી.પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી આવતા વર્ષોમાં વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિઓ સ્થાપે તેવી અપેક્ષા છે.ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન થતાં નદી-તળાવોમાં પ્રદૂષણ ઘટ્યું છે.સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ફેલાઈ ન જાય તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.નગરપાલિકાએ ખાસ ટીમ બનાવીને વિસર્જન થયેલ મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતે કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!