best news portal development company in india

ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદમાં સ્થાનિક ભાજપની નેતાગીરી મેદાને : ટીડીઓને આવેદન પાઠવ્યું

SHARE:

– નેત્રંગમાં બસ ડેપોના નિર્માણ માટે ભાજપની નેતાગીરીએ આવેદનપત્ર આપ્યું

– નેત્રંગ તાલુકા પંચાયતના અધીકારીઓ વર્ક ઓર્ડરની કામગીરી કરતાં સાંસદ વિફર્યા

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જીલ્લા પંચાયતના ગેસ્ટહાઉસના ટેકરાને તોડીને રૂ.૩ કરોડના ખર્ચે અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ બસ ડેપોના નિર્માણ માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા માર્ગ પરીવહન વિભાગના અધીકારી સાથે સર્વે હતો.ત્યાર બાદ ભરૂચ જીલ્લા પંચાયતની સભામાં ઠરાવ કરીને જીલ્લા પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસ ડેપોના નિર્માણ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી.આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નર્મદા જીલ્લાના સેલંબા અને ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા જેવું દિવ્ય ભવ્ય બસ ડેપોના નિર્માણની કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત અધીકારીઓએ નેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશ વસાવાના નામથી પીકઅપ બસ સ્ટેન્ડના નિર્માણ માટેના વર્ક ઓર્ડરની તૈયારી કરતાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા.

આ બાબતે નેત્રંગ તાલુકાના ભાજપની  નેતાગીરીએ નેત્રંગ તાલુકા વિકાસ અધીકારીને સાંસદ મનસુખ વસાવાએ સુચવેલ સ્થળ અને રૂ.૩ કરોડના ખર્ચે જ બસડેપોનું નિર્માણ થાય તેવુ આવેદન આપી રજુઆત કરી હતી.જે દરમ્યાન નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવા,નેત્રંગ જીલ્લા પંચાયત સભ્ય વર્ષા દેશમુખ,નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ,ભરૂચ જીલ્લામંત્રી ભાવના પંચાલ,નેત્રંગ ભાજપ મહામંત્રી પાર્થ ત્રિવેદી સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!