best news portal development company in india

ભરૂચ SOGએ અંકલેશ્વરના જીતાલી ગામેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમની અટકાયત

SHARE:

– નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર મળી આવતા કાર્યવાહી

ભરૂચ,

ભરૂચ એસઓજી એ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.વડોદરા વિભાગ પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ તેમજ ભરૂચ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી,વેચાણ જેવી પ્રવૃતિ પર નિયંત્રણ લાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એ.એચ.છૈયાએ એસઓજી ટીમને એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોને ઝડપી પાડવા સુચના આપેલ દરમ્યાન એસઓજી ટીમને બાતમી મળેલ કે જીતાલી ગામથી સેંગપુર તરફના રસ્તા પર જીતાલી ગામના તળાવ નજીક એક ઈસમ ગેરકાયદેસરનું હથિયાર લઇને ફરે છે.એસઓજી ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરીને નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત નામના ઇસમ પાસેથી બિનઅધિકૃત રીતે કોઇ આધાર પુરાવા કે પરવાના વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ની કબ્જે લીધી હતી અને આ ગુના હેઠળ સદર ઈસમ નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત હાલ રહે.અંકલેશ્વર અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને ઝડપી લઈને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!