best news portal development company in india

નેત્રંગના કદવાલી નજીક ઈકો ગાડી પલ્ટી મારતા એક મોટર સાયકલ સાથે અથડાતા ત્રણ ઈસમો ઘવાયા

SHARE:

– કેવડીથી ફુલવાડી ચોકડી તરફ જતો મોટર સાયકલ ચાલક અને ઈકો ગાડીના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિને ઈજા

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છાસવારે થતા અકસ્માતોને લઈને ચિંતા ફેલાઈ છે.નેત્રંગ તાલુકાના કદવાલી ગામ નજીક એક ઈકો ગાડી પલ્ટી મારી ગઈ હતી તેમજ આ વિચિત્ર અકસ્માત દરમ્યાન ઈકો ગાડીએ એક મોટર સાયકલને પણ અડફેટમાં લેતા ઈકો ગાડીનો ચાલક,મોટર સાયકલ ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામે રહેતા વસંત સુકરીયા ચૌધરી તેમનો મોબાઈલ બગડી ગયો હોય તે રિપેર કરાવવા ગતરોજ તા.૧૨ મીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેમના પિતરાઈ ભાઈની મોટર સાયકલ લઈને કેવડી ગયા હતા. કેવડી મોબાઈલની દુકાને મોબાઈલ રિપેર કરવા આપ્યા બાદ બીજું કામ પતાવીને ઘરે પાછા ફરતા હતા તે દરમ્યાન બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીકના નાળા પાસે આવતા સામેથી આવતી એક ઈકો ફોર વ્હિલર ગાડી તેમની મોટર સાયકલ નજીક પલ્ટી ખાઈ ગઈ હતી.આ દરમ્યાન ઈકો ગાડીની ટક્કર વાગતા મોટર સાયકલ ચાલક ઉછળીને નીચે ફંગોળાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વસંત ઈજાગ્રસ્ત થયા હતા.ઉપરાંત ઈકો ફોર વ્હિલર ગાડીનો ચાલક જમુસિંગ ફુલસિંગ વસાવા અને તેની સાથેના મહેશ નામના ઈસમને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ઉમરપાડાના  સરકારી દવાખાને લઈ જવાયા હતા.અકસ્માત દરમ્યાન મોટર સાયકલ ચાલક વસંતને જમણા પગે ફેક્ચર થયું હોવા ઉપરાંત શરીરના અન્ય ભાગોએ ઈજા થયેલ હોઈ તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.અકસ્માતની આ ઘટના સંદર્ભે મોટર સાયકલ ચાલક વસંત ચૌધરીએ અકસ્માત કરનાર ઈકો ફોર વ્હિલર ગાડીના ચાલક જમુસિંગ ફુલસિંગ વસાવા રહે.ગામ તુંડી સરવણ ફોકડી તા.ઉમરપાડા જી.સુરતના વિરુધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!