નેત્રંગ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ ૯ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

તેરા તુજકો અર્પણ.કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ૯ કિંમત રૂપીયા‌-૧,૪૮,૦૮૬ ના મોબાઈલ શોધી કાઢી મુળ માલીકને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું છે.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મિણાના માર્ગદર્શન હેઠળ ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલના ઉપયોગ દ્વારા જીલ્લામાં ગુમ અને ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા આપેલ સુચનાને આધારે નેત્રંગ પોલીસ ઈન્સ્પેકટર આર.સી.વસાવા દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી.જે અનુસંધાને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઈલ ફોન કુલ ૯ કિંમત રૂપીયા‌ ૧,૪૮,૦૮૬ ના રિકવર કરી મુળ માલીકને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!