ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી : મનસુખ વસાવા

SHARE:

– ભરૂચની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન

– સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ ખરીદ ફરોત થતી હોવાનો સાંસદનો સ્વિકાર

– જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી જીતશે : મનસુખ વસાવા

ભરૂચ,

ભરૂચની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ સહકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના અને ઉત્સુકતા છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન આપતા ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોવાનું કહ્યું છે.

ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલ પાથલ વચ્ચે દુધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે.આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે.મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે.તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદફરોત થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે.સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે.જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે.આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે.                   અત્રે ઉલ્લેખનીય છે કે દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગગજો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જેનું પરિણામ ૨૦ મી સપ્ટેમ્બરે આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.જોકે પરિણામ બાદ પણ તેના પડઘા પડઘાતા રહેશે જેથી નવા રાજકીય સમીકરણો પણ રચાશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!