best news portal development company in india

નર્મદામાં ધો.૧૦ ની પરીક્ષા આપતી મૂક બધીર વિદ્યાર્થીની જશોદા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની

SHARE:

– પિતાની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં પોતાની દીકરીને પેટે પાટા બાંધીને પણ ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરતા સુરેશભાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ધો.૧૦ ની પરીક્ષા આપતી મૂક બધીર આદિવાસી વિદ્યાર્થિનીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.આ વિદ્યાર્થીની મૂકબધિર એટલે કે પોતે બોલવા કે સાંભળવામાં અસમર્થ હોવા છતાં ચિત્રવાડી ગામની જશોદાઆજે બોર્ડની પરીક્ષાખૂબ ઉત્સાહથી આપી રહી છે.
આજના જમાનામાં જ્યાં સામાન્ય વિદ્યાર્થીઑ અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ પર નિર્ભર રહેતાં હોય છે.ત્યારે એક પ્રોવિઝન સ્ટોરમાં કામ કરતાં સામાન્ય પરિવારમાંથી આવતા સુરેશ વસાવાની પુત્રી જશોદા વસાવા અન્ય વિદ્યાર્થીઓ માટે એક દિશાસૂચક બની છે.આજે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળાના પરીક્ષા કેન્દ્રમાં જશોદાના પિતા સુરેશભાઈ તેને મુકવા આવ્યા હતા.ત્યારે પિતાએ ઈશારાથી તેને બેસ્ટ ઓફ લક કહી સ્વસ્થતાપૂર્વક અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા જણાવ્યું હતું.ત્યારે જશોદા એ પણ ઈશારાથી જણાવ્યું હતું કે પપ્પા તમે ચિંતા કરશો નહીં મેં ખૂબ સારી મહેનત કરી છે મારું પેપર પણ ખૂબ સારું જશે. પરીક્ષા આપવા માટે હું ખૂબ ઉત્સુક છું.કારણ કે મારે હજુ ખૂબ આગળ ભણવું છે. એમ કહીને પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની આજે ખૂબ સ્વચ્છતા પૂર્વક પરીક્ષા આપી હતી.
અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના આચાર્ય જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સ્કૂલમાં આજે ચાર વિકલાંગ દિવ્યાંગ બાળકો પરીક્ષા આપી રહ્યા છે. જેમાં મુક બધીર વિદ્યાર્થીની જશોદા પણ પરીક્ષા આપી રહી છે. એના માટે ખાસ અલગ પરીક્ષાખંડની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આવા વિદ્યાર્થીઓને અડધો કલાક વધુ સમય આપવામાં આવે છે જેથી વ્યવસ્થિત રીતે પેપર લખી શકે.આજે બીજા વિદ્યાર્થીઑ માટેઆ વિદ્યાર્થીની પ્રેરણારૂપ બની છે.
આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરતા એના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે નાનપણથી જ મારી દીકરીને ભણવાની ખૂબ ઈચ્છા હોવાથી એણે આઈ.ટી.આઈ કર્યું છે.સીવણ ક્લાસ પણ કર્યું છે અને હવે આજે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપી રહી છે.હજી એને આગળ ભણવાની ખૂબ ઈચ્છા છે.હું ગૌરવ અનુભવું છું કે મારી પુત્રી આવી પરિસ્થિતિમાં પણ સારો અભ્યાસ કરીને આગળ વધી રહી છે અને મેં પણ નક્કી કર્યું છે કે એની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એને પેટે પાટા બાંધીની મજૂરી કરીને પણ હું એને ભણાવીશ.
જિલ્લા શિક્ષણાધીકારી નર્મદાના ડૉ.કિરણ પટેલે જણાવ્યું હતુંકે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં મળી કુલ ૨૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે જેમાં મૂક બધીર વિદ્યાર્થીની જશોદા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બની છે મન હોય તો માળવે જવાય, અડગ મનના માનવીને હીમાલય પણ નડતો નથી આ કહેવતને આજે જશોદાએ સાર્થક કરી બતાવી છે.
તો પિતા સુરેશભાઈએ બેટી બચાવો, બેટી પઢાવૉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ આહવાન સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આજે જશોદા સમગ્ર નર્મદા જિલ્લાના હજારો વિદ્યાર્થીઑ માટે પ્રેરણારૂપ બની છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!