અમદાવાદ,
કોર્પોરેટ અફેર્સ ગ્રુપ ગુજરાત (CAG) દ્વારા તેની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન “ઈન્ડિયા ટુ ગ્લોબલ શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર” વિષય ઉપર તારીખ 20ના સપ્ટેમ્બર 2025 ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ.સુનીલ પારેખ, ચેરમેન – કન્સ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, તેમજ ડૉ. પરમ શાહ, સીઈઓ – અરવિંદ લિમિટેડ, અમદાવાદ, સ્પીકર તરીકે હાજર રહ્યા હતા.
ડૉ.સુનીલ પારેખએ સંવાદમાં ભાગ લઈને કોર્પોરેટ અફેર્સની કંપનીમાં અને સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અને ફ્યુચર ચેલેન્જેસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ.પરમ શાહ દ્વારા ઈન્ડિયા અને ગ્લોબલ સ્તરે વૈશ્વિક બદલાવ અને તેના પડકારોના સંદર્ભમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેના પર ભાર મૂક્યો હતો.
આ સંવાદમાં કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ માંથી આશિષ દેસાઈ-નિરમા ગ્રૂપ,હર્ષદ બ્રહ્મભટ્ટ – ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી,જયેશ ગજ્જર- રીલાયન્સ ગ્રૂપ, દીપક અસરાની- ટોરેન્ટ ગ્રૂપ તથા નિર્મલસિંહ યાદવ- દિપક ગ્રૂપ દ્વારા વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા અને કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમમાં આ ગ્રૂપની કાર્યપદ્ધતિ અને ભવિષ્યના કાર્યો માટે સ્વાગત પ્રવચનમાં કામેન્દુભાઈ જોશી – કામેન્દુ જોશી & એસોસિયેટ દ્વારા વિગતવાર માહિતી આપી હતી.આ કોન્ફરન્સનું સફળ આયોજન અને સંચાલન દશરથ પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા – વેલસ્પન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની આભારવિધિ અને એએમએ અંગેની માહિતી એઝિક્યુટિવ ડિરેક્ટર ઉનમેશ દીક્ષિતએ આપી હતી.





