(સંજય પટેલ,જંબુસર)
જંબુસર હરીપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા વખતો વખત સામાજિક, શૈક્ષણિક,ધાર્મિક સહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે.આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ તથા શ્રી હરિપ્રબોધમ સત્સંગ મંડળ જંબુસરના સંયુક્ત ઉપક્રમે હર ઘર યોગ જાગૃતિ તેમજ ઘર ઘર યોગ પહોંચે તે અનુલક્ષી જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે યોગ શિબિર યોજાઈ હતી. અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.સદર યોગ શિબિરમાં નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમાર, યોગ કોર્ડીનેટર ભરૂચ બિનિતા પ્રજાપતિ, સોશ્યલ મીડિયા કોર્ડીનેટર ભાવિકા ઠક્કર,વિદ્યાલય મંત્રી અનિલ ગાંધી,પ્રધાનાચાર્ય ભાવનાબેન મિસ્ત્રી, યોગીનાબેન ડબગર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુષ્પગુચ્છ થી સ્વાગત સન્માન કરાયું હતું.
યોગ શિબિરમાં બિનિતા પ્રજાપતિ દ્વારા જીવનમાં યોગનું મહત્વ,યોગ કરવાથી થતા લાભ તથા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે દેશવાસીઓને કરેલ આહવાનને ઝીલવા તે અંગે સુંદર છણાવટ સાથે સમજ આપવામાં આવી હતી અને દરેક વ્યક્તિએ યોગ કરી મેદસ્વિતા મુક્ત બની નિરોગી જીવન જીવવાની શીખ આપી હતી.તથા યોગ,પ્રાણાયમ, ધ્યાન,કરાવવામાં આવ્યા હતા અને યોગ દ્વારા શરીર અને મન કઈ રીતે સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સહિત સ્વચ્છ ભારત,સ્વસ્થ ભારતના સૂત્રને સાકાર કરતા શાળા અને સંકુલ આસપાસ સ્વચ્છતા કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે હરિ પ્રબોધમ સત્સંગ મંડળ કલ્પેશ પટેલ, રાજુ ગાંધી,નિરંજન પટેલ, સોપાન જડિયા,નગીન તલાટી, આશિષ ગાંધી,અંકુર પટેલ સહિત યુવતી મંડળ,સત્સંગી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




