ભરૂચ,
શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને “સમૂહ સર્વપિતૃ તર્પણ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારનાં ઋણ છે દેવઋણ, આચાર્ય ઋણ અને પિતૃઋણ…શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે.આજરોજ તારીખ ૨૧ સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસના રોજ જાણીતા કર્મકાંડી તૃષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા “સમૂહ સર્વપિતૃ તર્પણ” નું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુઋષી મંદિર ખાતે મહર્ષિ ભ્રુગુઋષિજીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું,ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વપિતૃ તર્પણ માં ૨૦ થી વધુ યજમાનો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ,મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ,ચેરમેન શૈલેષભાઈ દવે,બ્રહ્મ શોષ્યલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોષી, બ્રહ્મ અગ્રણી રાજુભાઈ દેસાઈ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત,પ્રજ્ઞેશ ઉપાધ્યાય, યશ પાઠક, હેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા બનાવ્યો હતો.




