છેલ્લા એક મહિનાથી નાસતાફરતા સજા વોરંટના આરોપીને વાલિયા પોલીસે ઝડપી લીધો

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

છેલ્લા એક મહીનાથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને વાલિયા પોલીસે ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુના હેઠળ નાસતાફરતા,વોન્ટેડ અને સજા વોરંટના નાસતાફરતા આરોપીઓને અસરકારક કામગીરી કરી ઝડપી લેવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા આવા નાસતાફરતા આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે નામદાર ફેમીલી કોર્ટ ડેડીયાપાડા જી.નર્મદાના ભરણ પોષણના કેસમા સજા પામેલ ફરાર આરોપી મેહુલ મનહર વસાવા રહે. સીનાડા તા.વાલિયા જી.ભરૂચના સીનાડા ખાતે તેના  ઘરે હાજર છે.પોલીસે મળેલ બાતમીના આધારે સીનાડા ગામે જઈને તેના ઘરને કોર્ડન કરીને સદર ઈસમ મેહુલભાઈ વસાવાને પકડી લીધો હતો.વાલિયા પોલીસ દ્વારા સદર આરોપીને ભરૂચ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!