– જીઆઈડીસીની એક કંપનીનો સામાન લઈને જતી ટ્રક અન્ય કંપનીની સ્ટાફ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બન્નેના ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા.આ લખાય છે ત્યાં સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તે ચોક્કસપણે જાણી શકાયું નથી.
પ્રાપ્ત વિગતો મુજબ જીઆઈડીસીની એક કંપનીનો સામાન લઈને જતી એક ટ્રક અને એક કંપનીની સ્ટાફ બસ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બન્નેના ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ લઈ જવાયા કે સ્થાનિક સ્તરેજ સારવાર અપાઈ તેની કોઈ વિગતો હાલ તો જાણવા મળી નથી.અકસ્માતની જાણ થતાં બન્ને વાહનો સંબંધિત કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં બન્ને વચ્ચે સમાધાન થાય છે કે પોલીસ ફરિયાદ તે અંગે હજુ કોઈ હકીકત જાણવા મળી નથી,જોકે અકસ્માતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં એક તબક્કે થોડોઘણો અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો !

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is