ભરૂચ,
ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર લાઈન ઉભરાઈ રહી હતી.જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા હતા.જેથી નજીકમાં જ શાકમાર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું હોય ત્યારે વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.આ અંગે નગર પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હતી.જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી હતી.આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.ત્યારે નગર પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ત્યારે મળતી માહિતી અનુસાર ચીફ ઓફિસર દ્વારા વોર્ડમાં મુલાકાત કરવામાં આવી હતી અને સમારકામ પણ કરવામાં આવ્યું હતું.જે બાદ સાંજના સમયે પુનઃ ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ ઉપર ફરી વળ્યા હતા.જેના પગલે વોર્ડ નંબર ૭ના સેનેટરી ઈન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ભરૂચ પાલિકાની કડક કાર્યવાહીને લઈને પાલિકામાં હડકંપ મચી જવા પામી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is