– યુવતીઓને શરમાવે તેવી અનોખી સ્ફૂર્તિ સાથે રમતા ગરબા
– રજપૂત ફળીયા શેરીના ગરબામાં 75 વર્ષે પણ 15 મિનિટ સુધી બે ગરબા ગાયા
– ગરબા ગાઈ ગવડાવી અને સાથે પોતે પણ ઉત્સાહ ભેર ગરબા રમ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા” આયોજિત “નવરાત્રી શેરી ગરબા મહોત્સવ’ 2025 ગિરિરાજ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો.જેમાં 8 જેટલી શેરીઓએ ભાગ લીધો હતો.જેમાં સૌથી વધુ આકર્ષણ શેરી ગરબા હરીફાઈમાં 75 વર્ષના કમળાબા માત્રોજાએ આકર્ષણ જમાવ્યું હતું. યુવતીઓને શરમાવે તેવી અનોખી સ્ફૂર્તિ સાથે રમતા ગરબા રમતા અમે ગાતા જોઈ લોકો દંગ રહી ગયા હતા.
રાજપીપલા શેરી ગરબામહોત્સવમાં સૌથી સિનિયર મહિલા કમળાબા માત્રોજા 75 વર્ષની જૈફ વયે પણ યુવાન ને શરમાવે એવી સ્ફૂર્તિ સાથે બે – બે ગરબા સતત 15 મિનિટ સુધી સહેજ પણ થાક્યા વગર પોતે ઉત્સાહ ભેર ગરબા ગાયા હતા અને ગવડાવ્યા હતા અને પોતે શેરીગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જે સમગ્ર શેરી ગરબાનુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.75 વર્ષ ની વયે ગરબા માં ભાગ લઈ સુંદર ગરબા ગાનાર કળાબા માત્રોજાનું ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલની ઉપસ્થિતીમાં જાહેરમાં સન્માન કરી એમને અભિનંદન આયોજક દીપક જગતાપે પાઠવી તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવા માટે એમની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા.







