ભરૂચ,
દહેજ પોલીસે સુવા ચોકડી પાસેથી એક ઈસમને દેશી હાથ બનાવટનો તમંચો તથા જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરવા સાથે ક્યાંથી અમે ક્યાં કારણોસર લાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ આરંભી હતી.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલનાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ઝાલાનાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કો સેતાનસિંહ દલપતસિંહ નાઓને બાતમી મળેલ કે દહેજ – ભરૂચ હાઈવે ઉપર આવેલ સુવા ચોકડી નજીક એક ઈસમ ઈન્દ્રજીત ચૌઘરી બિહારનાનો તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો હથીયાર પોતાની સાથે રાખી ફરે છે અને તેને શરીરે બ્લુ શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે.જે ચોકકસ મળેલ બાતમી આધારે સદર જગ્યા ઉપર જતા એક ઈસમ હાજર મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો ૧ તમંચો તથા જીવતા ૨ કારતુસ સાથે મળી આવેલ.જેથી પકડાયેલ ઈસમને સદર હથીયાર બાબતે ઉડાણ પુર્વક પૂછપરછ કરતા કેફીયત આપેલ કે પોતાને હથીયાર રાખવાનો સોખ હોવાથી પોતાના વતન બિહાર ખાતેથી લાવેલ હોવાનુ જણાવેલ છે.જેથી સદર આરોપી વિરૂધ્ધમાં દહેજ પોલીસ મથકમાં ધી આર્મ્સ એકટ (૧૯૫૯) ની કલમ ૨૫(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is