best news portal development company in india

જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયરનો વય નિવૃત્તિ વિદાય સમારંભ કચેરી ખાતે યોજાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર સીટી સર્વે કચેરીના સિનિયર સર્વેયર હસમુખભાઈ નાનજીભાઈ શ્રીમાળી જેઓ વય નિવૃત થતા હોય કચેરી ખાતે વિદાય સમારંભ ભરૂચ ડીઆઈએલઆર કચેરી હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સી એમ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જંબુસર સીટી સર્વે કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર સર્વેયર હસમુખભાઈ શ્રીમાળી વયનિવૃત થતા હોય હેડ ક્વાર્ટર્સ આસિસ્ટન્ટ સીએમ વસાવાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાય હતો. જેમાં ભરૂચ કચેરી મેન્ટેનન્સ સર્વેયર કે ડી પટેલ, નાયબ મામલતદાર નવલભાઈ, દર્શનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરીમાં બઢતી, બદલી અને વય નિવૃત્તિ એ એક ભાગ છે.હસમુખભાઈ શ્રીમાળી જેવો ૦૯-૧૦-૧૯૯૬ ના રોજ પ્રથમ ભુજ ખાતે સર્વેયર તરીકે દાખલ થયા હતા.ત્યારબાદ ભરૂચ, વડોદરા ફરજ બજાવી હતી અને ૨૩-૧૨-૨૦૨૪ થી જંબુસર કચેરી ખાતે બદલી થઈ હતી. તેઓ ૩૧હ૦૩-૨૦૨૫ ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં દરેક અધિકારી, કર્મચારીઓએ હસમુખભાઈ સાથે વિતાવેલી ક્ષણોની ઝલક આપી ભાવવિભોર બન્યા હતા.અને તેઓનું પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.આગામી જીવન દિર્ધાર્યું,નિરોગી,તથા ધાર્મિકતા અને પરિવાર,સમાજના કાર્યોમાં વિતાવે તથા કચેરીને તેમની સલાહ સેવાની જરૂર પડે ત્યારે સેવા આપવા જણાવ્યું હતું.હસમુખભાઈ શ્રીમાળી એ પણ સેવા આપવાની તત્પરતા દાખવી અને જંબુસર કચેરી સ્ટાફ સાથે વિતાવેલ સમયના સંસ્મરણો વાગોળતા ભાવુક થયા હતા.અને તેમની માતાના ચરણસ્પર્શ કરી આશિષ મેળવ્યા હતા.આ પ્રસંગે જંબુસર, અંકલેશ્વર સીટી સર્વે કચેરી સ્ટાફ, સબ રજીસ્ટર કચેરી ચિરાગભાઈ સહિત પરિવારજનો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!