ભરૂચના જુના તવરા ગામે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવાઈ

SHARE:

– નર્મદા કિનારે હવન, પૂજન કરાયું, સાંજે મહાપ્રસાદ અને ભજન-સત્સંગનો કાર્યક્રમ

ભરૂચ,

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા જલારામ બાપાના મંદિરે કારતક સુદ સાતમના પવિત્ર દિવસે જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમનો પ્રારંભ હવન, પૂજન અને અર્ચનાથી થયો હતો. આ ધાર્મિક વિધિઓમાં ગામના યુવાનો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગામજનો, ભક્તો અને મહેમાનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લેશે. ત્યારબાદ રાત્રે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભક્તો જલારામ બાપાના ભજનો ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવશે. સમગ્ર કાર્યક્રમમાં ગામના લોકોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સહભાગી બની જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!