– પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન : સિંધી સમાજના ભાઈ – બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી
ભરૂચ,
ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીર જિલ્લા અને રાજયભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે.હિંદુસ્તાનનાં ભાગલા વખતે સીંધ (પાકિસ્તાન) થી લવાયેલી અખંડ જયોત આજે વર્ષોથી અહીં પ્રજવલિત છે.સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા પ્રાચીન તીર્થ સ્થાન એવા જય ઝૂલેલાલ વરુણદેવ મંદિર ખાતે ચેટીચાંદ પર્વના પવિત્ર દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.
સિંધી સમાજનાં નૂતન વર્ષની ઉજવણી કરાઈ ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એક માત્ર તીર્થસ્થાન ઝુલેલાલ અને વરુણદેવના એક માત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજયભર માંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ ભગવાનના જન્મ દિન ચૈત્રી પડવાની સિંધી સમાજના તીર્થસ્થાન ઝુલેલાલ મંદિરે પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે.
ભારતનાં ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સીંધથી ૨૪ માં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ૧૯૪૮ માં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યાં હતા.જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી.જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની,બીજી જ્યોત ઝૂલેલાલ ભગવાન અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીંયા ઝૂલેલાલ મંદિર ખાતે આજે ઘણા વર્ષોથી પ્રવજલિત છે.જેને અખંડ જ્યોતના કારણે વર્લ્ડ વાઈસ બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું હતું.
ઝૂલેલાલના ૨૬માં ગાદીપતિ ઠકુર સાઈ મનિષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો ભરાયો હતો.અહિયાં જનોઈ-મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.ત્રણ દિવસ પૂર્વેથી અમર કથા નું પણ વાંચન કરવામાં આવ્યું હતું.
સમગ્ર મંદિર સકુંલ મા ભક્તિ સભર માહોલ સર્જાયો હતો તો સિંધી ભાઈ બહેનોમા પણ નવા વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is