best news portal development company in india

અંકલેશ્વરના દીવા ગામ માંથી પાંજરે પુરાયેલ મગરને સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથધરી

SHARE:

ભરૂચ,
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.આ મગરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતોmજેના પગલે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી. ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમા માંજરાને આ અંગે જાણ કરવામાં આવતા તેમણે તરત જ વન વિભાગનો સંપર્ક કર્યો હતો.વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું.જેથી મગરને પકડી શકાય. ગોઠવેલા પાંજરામાં મગર ફસાઈ ગયો હતો. મગર પકડાયાના સમાચાર મળતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મગરનો કબજો લીધો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથધરી છે.જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!