– નોટિફાઈડ વિભાગને ફરિયાદ મળતાં નોટિસ આપી : બોરને કાયમી રીતે બંધ કરાશે
ભરૂચ,
જીઆઈડીસી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાં બોર કરવા પર પ્રતિબંધ છે અને જો કોઈએ બોર કરવો હોય તો સબંધિત વિભાગની મંજૂરી લીધા બાદ જ બોર કરાવી શકાય છે.પરંતુ સ્વાતિ ડાઈંગે મંજૂરી વિના બોર કરવામાં આવતા નોટિફાઈડ દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રામદેવ ચોકડી નજીક સ્વાતિ ડાઈંગ કંપની દ્વારા કંપનીની અંદર બોર કામગીરી શરુ કરી હતી અને બોરિંગ કરાવી રહ્યા હતા.આ દરમ્યાન જાગૃત નાગરિકને આ અંગે જાણ થતાં તેમના દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી તેના ફોટો વાયરલ કર્યા હતા.જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી નોટીફાઈડ વિભાગ ત્વરિત અસરથી હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.આ દરમ્યાન કંપનીને બોર સીલ કરવા નોટિસ ફટકારી હતી અને સીલ કર્યા બાદ વિભાગને જાણ કરવા તાકીદ કરી હતી.જે બાદ વિભાગ દ્વારા સ્થળ પંચકેશ કરી તેને સિમેન્ટ કોન્ક્રીટથી કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક કંપની દ્વારા ભૂતકાળમાં બોર કરી પોતાની કંપનીનું રાસાયણિક પાણી બોર વડે ભૂગર્ભમાં છોડી મુકવા ના કારસ્તાન સામે આવ્યા હતા.જેને લઈ ભૂગર્ભજળ દૂષિત બન્યા હતા અને બાજુના સારંગપુર ગામના બારથી વધુ બોરમાં રાસાયણિક પાણી આવતા મામલતદાર કચેરી દ્વારા ગામના બોર પણ સીલ કરવાની ફરજ પડી હતી.હજુ પણ કેટલાક ગામોમાં ભૂગર્ભજળ માટે કરવામાં આવેલા બોર માંથી રાસાયણિક પાણી નીકળી રહ્યા છે. જે બાદ નોટીફાઈડને જીપીસીબી તંત્ર દ્વારા આવા બોરને સીલ કરી દેવામાં આવ્યા હતા.તો હાલ પણ કેટલીક કંપનીમા બોર છે.જે પણ સંબંધિત વિભાગની મંજૂરી બાદ જ કંપની શરુ કરી શકે છે.ત્યારે ઔદ્યોગિક વસાહતમાં મંજૂરી વગર બોર ન કરાવી શકાય એમ હોવા છતાં સ્વાતિ ડાઈંગ કંપની કંપનીમાં બોર કરતા ઝડપાઈ જવા પામી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is