– સાંસદ જશુ રાઠવાએ પત્રકાર પરિષદમાં પત્રકારોએ પૂછેલા સવાલનો આપ્યો જવાબ
– શું ચૈતર વસાવા ભાજપા માં જોડા શે? અટકળો વહેતી થઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આગામી 15 મી નવેમ્બર ના રોજ ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે નર્મદાના રાજકારણમાં શિયાળાના પ્રારંભે જ રાજકીય ગરમાવો આવી ગયો છે.
ખાસ કરીને સતત લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉઠવતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપા સતત એકબીજા પર આકરા પ્રહારો કરી આમને સામને આવતા રહ્યાં છે.ત્યારે ચૈતર વસાવા ના ગઢમાં ગાબડું પાડવા વડાપ્રધાન ડેડીયાપાડા આવી રહ્યાં છે.ત્યારે આદિવાસીઓની વોટ બેન્ક ગણાતા ડેડીયાપાડા ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવી રહ્યાં છે ત્યારે ભાજપા બિરસા મુંડાની અને વંદે માતરમ ગીતની 150મી જયંતી ઉજવી રહી છે જેની તડામાર તૈયારી કરી રહી છે.ત્યારે એવી પણ ચર્ચા અને અટકળો વહેતી થઈ છે કે આ વખતે ચૈતર વસાવા ભાજપામાં જોડાઈ જશે.ત્યારે એવી પણ લોક ચર્ચા થઈ રહી છે કે શું ચૈતર વસાવા આપનો છેડો ફાડી ભાજપા નો ખેસ પહેરી લેશે?! આ સવાલો ની વચ્ચે આજે રાજપીપલા ખાતે પદયાત્રા અંગેની પત્રકાર પરિષદ માં ચૈતર વસાવાના ભાજપમાં જોડાવા અંગે સવાલ કરાયો હતો કે ચૈતર વસાવાની ભાજપમાં જોડાવાની શક્યતા ખરી?આ અંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે
ભાજપા આદિવાસી ઓના હિતેચ્છુની સરકાર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે.આ પાર્ટી નો કોઈને જોડવાનો કાર્યક્રમ નથી.આ કાર્યક્રમ બિરસામુંડાની જન્મ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ છે.એમને આવું હોઈ તો આવી શકે છે પાર્ટી આવકારવા માટે તૈયાર છે.
એ વિષય પાર્ટીનો છેએ ધારાસભ્ય છે એમને આવવું હોય તો આવે. એવા નિવેદન પછી ચૈતર વસાવા ભાજપા માં જોડાશે કે નહીં એ ચર્ચા નો વિષય બન્યો છે.







