ભરૂચ,
વાગરા તાલુકાના અંભેલ,ત્રાંકલ અને લીમડી ગામના લોકોએ ભરૂચથી પાદરીયા બસ ચાલુ કરવા એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવા સાથે અહીં લોકોએ વિવિધ વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાથી ગ્રામ્ય સ્તરેથી જીલ્લા સ્થળે અને જીલ્લા સ્તરે થી ગ્રામ્ય સ્થળે અવર જવર કરતા હોય છે.ત્યારે એસટી વિભાગ દ્વારા બસોની ફાળવણી નહી થતા મુસાફરીમાં અડચણ ઉભી થતી હોય છે જેને લઈને ત્રણ ગામના લોકોએ ભરૂચ એસટી વિભાગને રજૂઆત કરી હતી.રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે આગાઉ ૭-૮ વર્ષ પહેલા રેગ્યુલર બસ ભરૂચથી પાદરીયા નાઈટ બસ અંભેલ થઈ પરત જતી હતી અને વાગરાથી ત્રાંકલ વાયા અંભેલ થઈ ભરૂચ જતી હતી.આ રૂટની બસ રસ્તો ખરાબ હોવાના કારણે બસો બંધ કરવામાં આવી હતી.
પરંતુ હવે રરસ્તો સારી હાલાતમાં હોય પુન: બંને રૂટ શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ કાર્યવાહી નહીં કરવામાં આવતા અંભેલ,લીમડી,ત્રાંકલ, અલાદર અને ગલોદરાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી અને નિરાકરણ નહીં આવે તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.







