(ગણપત મકવાણા,પંચમહાલ)
ગુજરાત વિદ્યાપીઠની ઐતિહાસિક ગ્રામજીવન પદયાત્રાનું આયોજન તા.૧૦ નવેમ્બર થી તા.૧૫ નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે.આ પદયાત્રાનો આજે પ્રથમ દિવસ હતો શહેરા તાલુકાના ગીતા વ્યાસકર (ટીમ લીડર) તથા ટીમ મેમ્બર ૬ વિદ્યાર્થીઓ દ્વારા શહેરાની ૬ સ્કૂલમાં એસ.જે.દવે હાઈસ્કૂલ, મોડલ સ્કૂલ શહેરા, શારદા સ્કૂલ શહેરા, સરસ્વતી સ્કૂલ શહેરા તથા જે.જી.સ્કૂલ તેમજ સરકારી વિનિયન કોલેજ કાંકરીની મુલાકાત લેવામાં આવી હતી.આ શાળાઓની મુલાકાત લઇ અભિનય ગીત નાટક અને ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓએ સારો સંવાદ સાધ્યો છે.જેમાં વિદ્યાર્થીઓએ સરદાર પટેલ વિશે, સ્વાવલંબન વિશે સ્વદેશી વિશે, વિદ્યાર્થીને ખુબ સરસ માહિતી આપવામાં આવી સાથે સાથે સ્કૂલના પ્રિન્સિપાલ, તેમના શિક્ષક ગણ તથા તેમજ વિદ્યાર્થીઓનો ખુબ સારો સપોર્ટ રહ્યો હતો આમ ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય ભાવનાનો સંદેશ આપ્યો છે.આ યાત્રા શિક્ષણને સમાજ સાથે જોડી એક પ્રેરણાદાય ઉદાહરણ બની રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.







