વઘઈ,
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.હેમંત શર્મા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે.,વઘઈ ખાતે સેવા ફેડરેશન ભૂમિ પ્રોજેક્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના ખેડૂતો માટે “મશરૂમની ખેતી” અંગે ઓન કેમ્પસ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું.આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે.બી.ડોબરીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) એ મશરૂમ ઉત્પાદનની માર્કેટિંગની પદ્ધતિઓ, ડૉ.બીપીન વહુનીયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) એ મશરૂમની ખેતી પદ્ધતિની રીત, ડૉ.જેની લાલવાણી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) એ મશરૂમમાંથી વેલ્યુ એડિશન તથા મશરૂમમાંથી બનતી વાનગીઓ અંગે વ્યાખ્યાયન આપ્યું હતું.તેમજ ખેડૂત મિત્રોએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે આવેલા મશરૂમ યુનિટની મુલાકાત પણ લીધી હતી.સદર કાર્યક્રમમાં ૨૫ જેટલા ખેડા જીલ્લાના ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.ચિખલી ખાતે ખેડૂતના ઘરે મશરૂમ બનાવવાના યુનિટની વિઝિટ કરાવી હતી.
આ કાર્યક્રમમાં જીવામૃતનું પધ્ધતિ નિદર્શન અને ચિખલી ગામે ખેડૂતોના ખેતરે પ્રત્યક્ષ એક્સ્પોઝર વિઝિટ પણ કરાવવામાં આવી હતી.







