best news portal development company in india

રાજપીપલા નવા ફળીયા રેશનિંગની દુકાનમાં ઢોર પણના ખાય એવું સડેલું અનાજ રેશનકાર્ડ ઘારકોને પધરાવતા હોબાળો

SHARE:

– રેશનમાં સડેલા ઘઉં,ભેજવાળી ખાંડ અને કાંકરા વાળું ખરાબ મીઠું વિતરણ કરાતા ગ્રાહકોમાં ભારે રોષ : લાભાર્થીઓએ હોબાળો મચાવી ફરિયાદ કરવા છતા સડેલા ઘઉનું વિતરણ, દુકાનદાર સાથે મહિલા ઓ સાથે તું તું મૈં મૈં ના વરવા દ્રશ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નવા ફળીયા રાજપીપલા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં  પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને  સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ, ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં ઢોર પણ ના ખાય એવા સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ, કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું  અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે.આ અંગેદુકાનદાર સાથે મહિલા ઓ સાથે તું તું મૈં મૈં ના વરવા દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે ગ્રાહકે મામલતદાર, કલેકટર, મુખ્યમંત્રી સહીત ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ કરી છે.બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન કરતાં હોવાની ફરિયાદ કરી રહ્યા છે.જયારે દુકાન સંચાલક એન આર શેખ ખુદ પોતે દુકાનના 480 જેટલાં ગ્રાહકોને ઘઉંનો જથ્થો સડેલો,જાળા બાઝી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તા વાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે. અને ખરાબ મીઠું કોઇ લેતું પણ નથી જેનો ઢગલો દુકાનની બહાર ખડકાયો છે.દુકાનદાર એવું જણાવે છે કે સડેલા ઘઉનો  જથ્થો ગોડાઉન માંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજર ચેક કર્યા વગર ઉપરથી મોકલે છે.અમે શું કરીએ જે છે તે છે લેવું હોય તો લો. જેવા ઉદ્ધત જવાબો પણ દુકાન સંચાલકે આપતાં ગ્રાહકો રોષે ભરાયા હતા.વધુમાં દુકાન દારને પૂછતાં જણાવે છે કે ગ્રાહકો  ફરિયાદ કરે છે એવી રજુઆત અમે મામલતદાર ને પણ કરી છે. છતા કોઈ પરિણામ આવતું નથી.ઉપરથી જ આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ ગોડાઉન મેનેજર રીપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે.પણ  એવું થઈ રહ્યું નથી.જવાબદારો સામે કડક કાર્યવાહીની માગણી કરી રહ્યાં છે.દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદદ્ધત વર્તન કરતા મામલોક્લેક્ટર અને મામલતદાર ક્ચેરીએ પહોંચ્યો છે. ગ્રાહકોએ તો લેખિત ફરિયાદ માં દુકાનદારની દુકાનનું લાયસન્સ રદ કરવાની પણ માંગ કરી હતી.આ અંગે મામલતદાર સહીત કોઈપણ અધિકારી બોલવા તૈયાર નથી.ત્યારે ગ્રાહકોને અનાજ સારુ ચોખ્ખું  અને આરોગ્ય ને નુકસાન ન કરે એવું અનાજ મળે એવી એવી રજુઆત  ગ્રાહકો કરી રહ્યાં છે.આ અંગેનો મહિલાઓ અને દુકાનદાર સાથે થયેલ તું તું મૈં મૈં અંગેનો હોબાળો મચાવેલ વિડિઓ સોસીયલ મીડિયામાં પણ વાયરલ થતા આ વિષય ચર્ચા નો વિષય બન્યો છે.

જાગૃતિબેન કહાર,ગ્રાહક જણાવે છે કે અમારે મહિનો ચલાવવા નો છે સાફ કરીને પણ આવું અનાજ ખાવુ પડે છે સારુ અનાજ આપવું જોઈએ ઘણી ફરિયાદ કરી છે પણ કોઈ ફેર પડ્યો નથી.કૈલાશબેન માછી ગ્રાહક કહે છે કે આવું અનાજ તો ઢોર પણના ખાય ફરિયાદ કરવા છતા કઈ થતું નથી,ગણપત માછી ગ્રાહક કહે છે કે ગોડાઉન મેનેજર, દુકાનદાર,મામલતદારને ફરિયાદ કરી છે દુકાનદાર કહે છે કે ઉપરથી આવો માલ આવે છે.મોહસીન શેખ ગ્રાહક કહે છે કે મીઠું ખૂબ ખરાબ આપે છે દાળશાક માં નાખે તો કાળું પડી જાય કોઈ મીઠું લઈ જતું નથી બહાર ખરાબ મીઠાનો ઢગલો ખડકાયો છે.ત્યારે સવાલ એ થાય છે કે આવું  ખરાબ અનાજ કેમ અપાય છે? જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારી, મામલતદાર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ, શું અધિકારી ઓ કડક પગલાં લેશે ખરા?

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!