best news portal development company in india

ભરૂચ વિધાનસભાની સરદાર @૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવો

SHARE:

– સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને જ આપણે ભારતને વિશ્વમાં વધુ ગૌરવ અપાવી શકીશું : ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી

– ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાની હેઠળ કે.જી.એમ સ્કૂલ ઝાડેશ્વર થી સેવાશ્રમ હોસ્પિટલ સુધી સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ

ભરૂચ,

દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને કે.જી.એમ સ્કૂલ ઝાડેશ્વર થઈ પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કે.જી.એમ સ્કૂલ ઝાડેશ્વર થી સેવાશ્રમ હોસ્પિટલ સુધી સરદાર @ ૧૫૦ એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી.સેવાશ્રમ હોસ્પિટલ સુધીની યુનિટી માર્ચમાં રસ્તાઓ પર લોકોએ  એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપક્રમે રાજ્યવ્યાપી ‘યૂનિટી માર્ચ’ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ વિધાનસભાની યુનિટી પદયાત્રા દ્રારા સરદારના એકતા, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકજૂટતાનો શક્તિશાળી સંદેશ લોકો સુધી પહોંચી રહ્યો છેવધુમાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે જ આપણા દેશની એકતા શક્ય બની હતી. આજે આ યુનિટી માર્ચમાં લોકોનો ઉમળકો દર્શાવે છે કે રાષ્ટ્ર પ્રેમ અને સમરસતાની ભાવના આપણા સમાજના મૂળમાં વસેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારીને જ આપણે ભારતને વિશ્વમાં વધુ ગૌરવ અપાવી શકીશું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસવડા,અધિક નિવાસી કલેક્ટર અને જિલ્લાના આગેવાન- પદાધિકારીઓ અને અન્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!