ભરૂચ માં કાળઝાળ ગરમી પડી રહી છે અસહ્ય ગરમીને કારણે બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે લોકો તાપમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી પણ આગામી ૧૦ એપ્રિલ સુધી ભારે ગરમીની આગાહી કરાઈ છે ગરમ પવનના વાયરા ફુંકાય રહ્યા છે ઉનાળામાં અસહ્ય ગરમીના વાતાવરણની વચ્ચે પણ લોકો બહારનું ખાવાનું છોડતા નથી
ગરમીના માહોલમાં જીભનો ટેસ્ટ જળવાઈ રહે તે માટે નગરજનો લારી રેકડીઓ ઉપર વેચાતા બિન આરોગ્ય પર ખાદ્ય પદાર્થો આરોગી રહ્યા છે ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર પાણીપુરીની લારીઓ ઉપર સાંજ પડતા છે લોકોના ટોળા પાણીપુરી ખાવા ઉમટી પડે છે પરંતુ કાળજાળ ગરમીમાં પાણીપુરીમાં વપરાતા બટાકા અને ચણા ખાવા લાયક રહે છે કે કેમ તે અંગે કોઈ વિચારતું નથી.
બીજી તરફ શહેરના રાજમાર્ગો પર અલગ અલગ સ્થળોએ શેરડીના સંચા અને ખુલ્લામાં તડબૂચ અને ફળફળાદી લઈને ખુમચા વાળા ઊભા રહે છે શેરડીના રસમાં ઉપયોગમાં લેવામાં આવતો બરફ ક્યાંથી આવે છે અને તે ખાવા લાયક છે કે કેમ તે અંગે પણ ચેકિંગ કરવું અવશ્યક છે તો અમુક સ્થળો ઉપર તો બરફવાળા પણ મેદાનમાં આવી ગયા છે
ત્યારે ફુડ વિભાગે આ અંગે સર્ચ કરીને આ તમામ રેકડીઓ અને લારીઓ પર વેચાતી ચીજ વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો ખાવા લાયક છે કે કેમ તે અંગે ચકાસણી કરવી જરૂરી છે શહેરમાં ખુલ્લેઆમ પાણીપુરી શેરડીના સંચા તથા બરફ ગોળા શરૂ થઈ ગયા છે ત્યારે આરોગ્યને લઈને જાગૃતિ આવશ્યક છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is