best news portal development company in india

સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને શિક્ષણને પ્રગતિનું મુખ્ય માધ્યમ ગણાવી યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરતા સાંસદ મનસુખ વસાવા

SHARE:

ભરૂચ,

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ તબક્કે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર મુજબ “યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુનિટી માર્ચ અંતર્ગત જંબુસર વિધાનસભાની યુનિટી માર્ચ પદયાત્રાનો જંત્રણ પ્રાથમિક શાળા ખાતેથી સાંસદ મનસુખ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.

લોહપુરુષ સરદાર સાહેબના વારસાને યાદ કરાવી સરદાર પટેલના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને રાષ્ટ્રનિર્માણના કાર્યો અંગે જનજાગૃતિ ફેલાય તેવા શુભ આશયથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના માધ્યમથી “એક ભારત, શ્રેષ્ઠ ભારત” સાથે “આત્મનિર્ભર ભારત”નો સંદેશો જનજન સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.સરદાર @૧૫૦ યુનિટી માર્ચના પ્રારંભે પોતાના સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને આજના સમયમાં સમાજે અખંડ એકતાનો માર્ગ અપનાવવો જોઈએ. દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે.વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા અને વિશ્વના અગ્રણી દેશોની શ્રેણીમાં સ્થાન અપાવવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.વધુમાં તેમણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અને શિક્ષણને પ્રગતિનું મુખ્ય માધ્યમ ગણાવી યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી.જંબુસર તાલુકા અને ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ સાથે સ્થાનિકોને રોજગારીની તક વધારવા સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.સાથે આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લો વિકાસમાં પાછળ રહી ન જાય,વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આપણી ભાગીદારી નોંધાવી શકાય તે માટે દરેક નાગરિકે સકારાત્મક ભાવના સાથે વિકાસના કાર્યમાં સહભાગી બનવું પડશે તેમ તેઓએ ભાર પૂર્વક કહ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના ઉદ્બોધનમાં સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને એકત્રીત કરી રાષ્ટ્રની ભૌગલિક એકતા સ્થાપિત કરી હતી.તેમના આ ઐતિહાસિક કાર્યોને યાદ કર્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સૌને આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકે સ્વદેશી વસ્તુઓ રોજિંદા વપરાશમાં અપનાવવાની જરૂરિયાત જણાવી તેના પર ખાસ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન વ્યસન મુક્તિ અંગેની પ્રતિજ્ઞાપત્રનું પઠન કરીને સૌએ વ્યસનમુક્ત અને સ્વચ્છ સમાજ નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પદયાત્રાનું સમાપન આદર્શ બાયસીક શાળા, ચિત્રા ખાતે કરવામાં આવ્યું હતું.

 

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!