– ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ બ્રહ્માકુમારી મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીએ લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
– 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસનો વિશ્વ શાંતિ અભિયાન ના અંતર્ગત ઝાડેશ્વર અનુભૂતિ ધામ થી શાંતિ યાત્રાનો પ્રારંભ
– ભરૂચ નગરમાં અનેક કાર્યક્રમોના માધ્યમથી લોકોને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી
ભરૂચ,
રાજ્યમાં 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર દરમ્યાન 60 દિવસનું વિશ્વ શાંતિ અભિયાન હાથ ધરાયું છે આ અભિયાનનો મુર ઉદ્દેશ સમાજ માંથી કલેશ અને અશાંતિ દૂર થાય અને પરિવારમાં સદભાવના સાથે મનની શાંતિના દીપને સ્થાપવા માટે દરેક પરિવાર નિયમિત દરરોજ પાંચ મિનિટ શાંતિનો દિપક મનમાં પ્રચલિત કરે તેવા હેતુસર રાજ્યમાં અભિયાન હાથ ધરાયું છે.જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ખાતે બ્રહ્માકુમારી દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્તમાન તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયમ શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશ્રય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી.ગુજરાતમાં 500 અને શહેર અને નગરોમાં મરી 5 હજાર જેટલા સ્થળોએ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલા અનુભૂતિ ધામ ખાતેથી પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બ્રહ્માકુમારી મુખ્યલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદી તથા ઝાડેશ્વર અનુભૂતિ ધામના અમિતા દીદીએ આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ યાત્રા ઝાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી ઝાડેશ્વર ચોકડી નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયો જોડાયા હતા.







