best news portal development company in india

ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જનાર યુવક વિરૂધ્ધ સગીર‍ાના પિતાની પોલીસમાં ફરિયાદ

SHARE:

– બહેન સાથે શાળાએ જવા નીકળેલ સગીરાને રસ્તામાં બળજબરીથી મોટર સાયકલ પર બેસાડીને આરોપી લઈ ગયો હતો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષ ૬ માસની ઉંમરની સગીરાને એક યુવક બળજબરીથી મોટર સાયકલ પર બેસાડીને લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં જ નેત્રંગ તાલુકાના એક ગામની ૧૧ વર્ષીય સગીરા પર દુષ્કર્મ થતા તેની તબિયત કથળતા તેણીનું વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થયું હોવાની ઘટના હાલમાંજ બનવા પામી હતી અને તેની શાહી હજી સુકાઈ નથી ત્યારે ઝઘડિયા તાલુકાની એક સગીરાને લગ્ન કરવાના ઈરાદે એક યુવક દ્વારા ભગાડી જવામાં આવી હોવાની ફરિયાદ નોધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો મુજબ યુવક દ્વારા ભગાડી જવાયેલ આ સગીરા પરિવારજનો સાથે ઝઘડિયા ત‍ાલુકાના એક ગામમાં રહે છે. આ સગીરા ગત તા.૧૯ મીના રોજ સવારના આઠ વાગ્યાના સમય દરમ્યાન તેની બહેન સાથે નજીકના ગામે શાળાએ જવા નીકળી હતી તે દરમ્યાન ગણેશ વસાવા નામનો યુવક મોટર સાયકલ લઈને આવ્યો હતો અને સગીર‍ાને બળજબરીથી મોટર સાયકલ પર બેસાડીને લઈ ગયો હતો.ઘટનાની જાણ સગીર‍ાની બહેને તેના ઘરે મોબાઈલથી કરી હતી.ઘટના બાદ સગીરાના પિતાએ નજીકના પોલીસ મથકમાં તેમની સગીર વયની દિકરીને ઝઘડિયા આસપાસના ગામનો ગણેશ અશ્વિનભાઈ વસાવા નામનો યુવક લગ્ન કરવાના ઈરાદે બળજબરીથી મોટર સાયકલ પર બેસાડીને ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ગણેશ વસાવા નામનો આ યુવક અગાઉ પણ આ સગીરાને જોયા કરતો હતો.ઝઘડિયા તાલુકાની આ સગીરાને લગ્ન કરવાના ઈરાદે એક યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે નોધાવાયેલ પોલીસ ફરિયાદને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!