best news portal development company in india

અંકલેશ્વર GIDCમાં પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાતા ૯ પશુઓ પાંજરે પુરાયા

SHARE:

– પાંજરે પુરાયેલ પશુઓને ભરૂચ પાંજરાપોળ ખાતે રખાયા : માલિકો સામે દંડ થશે

ભરૂચ,

અંકલેશ્વર GIDC ના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને પગલે નોટીફાઈડ એરિયા ઓથોરિટી સક્રિય થઈ છે.ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા કામધેનુ ગૌ રક્ષા સમિતિ દ્વારા ૯ પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા.

ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો છે.તાજેતરમાં આખલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતોના બનાવો નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.જેનું કામ કામધેનુ ગૌ રક્ષા સમિતિને આપવામાં આવતા અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરિટીને સાથે રાખી ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવતા ૯ પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમ્યાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

પાંજરે પૂરવામાં આવેલ પશુઓને ભરૂચના પાંજરાપોળ ખાતે રાખવામાં આવવા સાથે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.આ સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં અણવર છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!