ભરૂચ,
ભરૂચમાં નજીવી બાબતે બોલાચાલી થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચના શુકન બંગલોઝ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી નજીવી બાબતની તકરાર જીવલેણ સાબિત થઈ હતી.તકરાર દરમ્યાન ઢોર માર મરાતા ૬૨ વર્ષીય ઐયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જ્યાં તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું.આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ઐયુબ પટેલ માર મારવામાં આવતા તેમને હૃદય અને ફેફસાંમાં ગંભીર ઈજા થઈ હતી.જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ.આ બનાવમાં પોલીસે મારામારીમાં સામેલ ત્રણ પૈકીના એક આરોપી મહંમદ સોબાન ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે.જાણવા મળ્યું છે કે તેના આવતા મહિને નિકાહ થવાના હતા.આરોપીની ફિયાન્સી અને એક સગીર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.







