best news portal development company in india

ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનીયા કંપનીના પ્રોડક્શન મેનેજર અને ઓફિસર સામે એટ્રોસિટીની ફરિયાદથી ચકચાર

SHARE:

– કંપનીના મશીન ઓપરેટરે કરાર સેટલમેન્ટ પર સહી કરવાની ના પાડતા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ બ્રિટાનીયા કંપનીના પ્રોડક્શન મેનેજર અને પ્રોડક્શન ઓફિસર સામે કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરે એટ્રોસિટી એક્ટ મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો અનુસાર નરેશભાઈ નવલભાઈ વસાવા રહે.ગામ બલદેવા તા.નેત્રંગ જી.ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં પેકિંગ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.દરમ્યાન થોડા સમય અગાઉ કંપનીના પ્રોડક્શન મેનેજર ભુપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશે મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાને અને અન્ય કર્મચારીઓને કંપનીના ટુપી કરાર સેટલમેન્ટ પર સહી કરવાનું જણાવ્યું હતું.નરેશભાઈ વસાવાએ કરાર પર સહી કરવાની ના પાડતા પ્રોડક્શન મેનેજર ભુપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ ઉશ્કેરાઈ ગયા હતા અને નરેશ વસાવા અનુસુચિત જનજાતિના હોવાનું જાણતા હોવા છતાં એ લોકોએ નરેશભાઈ વસાવાને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા.વધુમાં જણાવેલ કે તમારી ઓકાત પગોમાં બેસવાની પણ નથી છતાં તમને નોકરી કરવા દઈએ છીએ.ઉપરાંત જાતિ વિષયક અપશબ્દો બોલીને ગંદી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાનું જાતિ વિષયક અપમાન કરીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે કંપનીના મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાએ કંપનીના પ્રોડક્શન મેનેજર ભુપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આ સંદર્ભે બ્રિટાનીયા કંપનીના ઉપરોક્ત અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરને જાતિ વિષયક અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ બાબતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!