best news portal development company in india

વરસાદી માવઠાને કારણે ભરૂચમાં શિયાળુ શાકભાજીની બજારમાં આવકમાં ઘટાડો થતા ભાવમાં ઉછાળો

SHARE:

ભરૂચ,

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વરસાદી માવઠાના કારણે શિયાળુ શાકભાજીના બજારમાં ભારે અસરો જોવા મળી રહી છે.બજારમાં આવતા માલમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવોમાં સરેરાશ 30 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.આ ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોનું રોજિંદું બજેટ ખોરવાઈ જતું જોવા મળી રહ્યું છે.

વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024ની સરખામણીએ 2025માં લગભગ તમામ શાકભાજીઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

વેચાણકારોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અનિચ્છનીય સમયે પડેલા વરસાદી માવઠાના કારણે ખેડૂતો ભારે બેહાલ બન્યા છે.પાકને થયેલા નુકસાન અને બજારમાં ઓછા માલની આવકને કારણે શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

માલની અછત અને વધી રહેલી માંગને કારણે આવતા દિવસોમાં પણ ભાવ સ્થિર થવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓનું માનવું છે.પરિણામે સામાન્ય ઘરગથ્થુ મહિલાઓને રોજિંદા રસોડાના ખર્ચામાં વધારો સહન કરવો પડી રહ્યો છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!