ભરૂચ,
આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોન્કલેવ ૩.૦ જયપુરમાં આયોજિત કરવામાં આવ્યું હતું.જેમાં એકજ મંચ પર ૧૫૦ થી વધુ વિશેષગ્ય,શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ થિયરી કેસે સ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં આયુર્વેદ,હોમીઓપેથી,નેચરોપેથી,યોગ તેમજ કાયરોપ્રેક્ટિક વિષય પર સામૂહિક વીચાર તેમજ મંત્રણા કરી વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કરેલ છે.
જેમાં ભરૂચ શહેરના લિંક રોડ પર રહેતા ડૉ.અમીત ભગુભાઈ ભીમડાએ પણ પાર્ટિસિપેશન કર્યું હતું અને ડેઈલી રૂટિંગ વિષય પર પોતાના રિપોર્ટ તેમજ થિયરી રજૂ કર્યા હતા.જેથી તેઓને બાલમુકુન્દજી ધારાસભ્ય.જયપુર તેમજ આયુષ મંત્રાલયના એમ એમ કુરેશીના હસ્તે આયુષ ગોલ્ડ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવતા ભરૂચ જીલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું હતું.જે ભરૂચ જીલ્લા માટે ખૂબ ગર્વની વાત છે.







