best news portal development company in india

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખના મનસ્વી વલણથી કંટાળેલા જુનારાજ બેઠકના ભાજપી સદસ્ય કલ્પેશ વસાવાએ રાજીનામુ આપવાની આપી ચીમકી

SHARE:

– નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ પોતે વિકાસના કામો સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી નિર્ણયો લઈ પોતાના વિસ્તાર માં કામો ફાળવી દે છે!

(જ્યશીલ જગતાપ,રાજપીપલા)

કેન્દ્રમાં અને રાજ્યમાં તથા નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકા તમામમાં ભાજપાનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો પોતાના જ વિસ્તારમાં કામ કરાવી નથી શકતા તેવી ઘટના સામે આવી છે.

જુનારાજ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા એ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે.નાંદોદ તાલુકા પંચાયતની કારોબારીની બેઠક તા ૨૮મીએ શુક્રવારે યોજાવાની હતી અમે ૧૧ વાગે સમયસર પહોંચ્યા હતા એક કલાક સુધી રાહ જોવા છતા કોઈ આવ્યું નહીં ટીડીઓ અચાનક રજા પર ઉતરી જતા આ બેઠક રદ્દ કરી મોફૂંક રાખતા નાંદોદ તાલુકાના રાજકારણમાં ભર શિયાળે ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

કલ્પેશ ભાઈ વસાવા નાંદોદના જુનારાજ બેઠકના ચૂંટાયેલા ભાજપના તાલુકા પંચાયત સદસ્યએ તાલુકા પ્રમુખ સામે સીધો આક્ષેપ કર્યો છે કે તાલુકા પંચાયત પ્રમુખ વનિતા એસ વસાવા સરકારી ગ્રાન્ટ નો મનસ્વી રીતે ઉપયોગ કરે છે અને સદસ્યોને વિશ્વાસમાં લેતા નથી.

કલ્પેશભાઈએ તાલુકા પંચાયત પ્રમુખ સામે રોષ વ્યક્ત કરી પોતાના વિસ્તારના કામો નહીં થાય તો રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે.તાલુકા પંચાયત પ્રમુખ વનિતા વસાવા આયોજનના કામો પોતાના જ વિસ્તારમાં આયોજન કરે છે.એમાં અમારા સદસ્યોંના કોઈ કામો લેવામાં આવતા નથી. અમે ચૂંટાયેલા પ્રીતિનિધિ છીએ અમારા ગામ વિસ્તારના કામો જ ના થાય તો મતદારોને અમારે શું જવાબ આપવો?હાલમાં સ્ટેમ્પ ડ્યુટીનું ૨૨ લાખના કામોનું આયોજન આ લોકો બે જ જણાએ ભેગા મળી કામ કરેલું છે.ગુજરાતપેટર્નના ૫૨ લાખના કામોમાં ૪૨ જેટલાં સિંચાઈ બોરના કામોનું આયોજન પણ એકલા તાલુકા પ્રમુખે જ જાતે કરી દીધું હતું.એમાં પણ અમને સદસ્યોને વિશ્વાસમાં લીધા નથી.એ ઉપરાંત એફઆરએના જે 10 સિંચાઈ બોરના કામ અંગે અમે 4 તાલુકા સદસ્યોએ ટીડીઓને લેખિતમાં આપ્યું છે પણ આજદિન સુધી અમને એક પણ બોર મળ્યો નથી અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તમામ 10 બોર એમનાજ મંજૂર કરી દલા તરવાડી જેવું કામ કર્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.

તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બારોબાર કામો મંજૂર કરાય છે.પંચાયત સભ્યોના રજૂ કરેલા કામો થતા નથી તેવા ગંભીર આક્ષેપપણ કર્યો છે.એ ઉપરાંતએફ આર એ હેઠળના ૧૦ બોર તાલુકા પંચાયત પ્રમુખે પોતાના આયોજનમાં મંજૂર કરાવ્યા હતા.એક તરફ સરકાર ગામે ગામ વિકાસ યાત્રા કરી રહી છે તેની વચ્ચે નર્મદા જિલ્લામાં વિકાસના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે જો ભાજપનાજ સભ્યોના કામો નહીં થતા ના હોય સામાન્ય પ્રજાના કામોની અપેક્ષા કોણ રાખશે.ગાંધીનગર સુધી રજૂઆત કરી.અમારી જ ભાજપા ની સરકાર હોય અને અમારા જ ગામના રસ્તા નું નિરાકરણ આવતું નથી ૧ વર્ષથી અમારા ગામનો રસ્તા નું કામ અટકેલું હોવાનું જણાવ્યું હતું.નર્મદા જિલ્લા ભાજપની નેતાગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.જો અમારા વિસ્તારના કામો મંજૂર નહીં થાય તો ભાજપ માંથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!