– ચૂંટણી રદ્દ કરવાની માંગ સામે પક્ષના હારેલા ઉમેદવાર રણજીત વસાવાએ પીટીશન કરી હતી
– સરપંચ કબીર વસાવા સામે થયેલ પીટીશન રદ્દ થતા સમર્થકોમાં ખુશી
ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર ગામના નવા ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કોર્ટમાં કરવામાં આવેલ પિટિશન રદ્દ થતા તેઓને સરપંચ તરીકે યથાવત રાખવા હુકમ ન્યાયાલયે કરતા સમર્થકો પુનઃ ઝૂમી ઉઠ્યા હતા.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી.જેમાં ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૨ જૂન ૨૦૨૫ માં યોજાઈ હતી.જેમાં રસાકસી ભર્યા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા.જોકે આ પરિણામથી નારાજ થઈ પરાજીત ઉમેદવાર રણજીત વસાવાએ ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ્દ કરવાની માંગ સાથે પીટીશન કરી હતી.જેમાં સરપંચ પદના વિજેતા ઉમેદવાર કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હયાત હોવા છતાં ફોર્મમાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેમાં કોર્ટે બન્ને પક્ષોના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની પીટીશન રદ્દ કરી નવનિયુક્ત કબીર વસાવાને સરપંચ તરીકે યથાવત રાખતો હુકમ કરતા સમર્થકોમાં ખુશી જીવ મળવા સાથે ઝૂમી ઉઠી આતશબાજી સાથે ઉજવણી કરી હતી.







