આમોદ – જંબુસરના ઢાઢર નદીના બ્રીજ ઉપર ૨૫ ટન સુધીના ૬ વ્હિલર વાહનો માટે મુક્તિ અંગે જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

SHARE:

– ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત

ભરૂચ,

ભરૂચ જીલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર નેશનલ હાઈવે નં.૬૪ ઉપર આવેલા ઢાઢર નદીના બ્રીજ ઉપર વાહનોની અવર-જવર સંબંધિત નિયંત્રણોની અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.જેમાં ૨૫ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા ૬ વ્હિલના વાહનોને ઢાઢર નદીના બ્રીજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે.આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે.જોકે ૨૫ ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.આ પ્રતિબંધ બ્રીજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે.

ભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.જેમાં જંબુસરથી આમોદ તરફ આવતા ૨૫ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જંબુસર – પાદરા – એક્સપ્રેસ-વે (NE4) – માતર – આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.તેમજ આમોદથી જંબુસર તરફ જતા ૨૫ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ – માતર – એક્સપ્રેસ-વે (NE4) – પાદરા – જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!