ફૈઝલ પટેલ દ્વારા સોશ્યલ મીડિયામાં કરાયેલ પોસ્ટનો મામલો : નવી પાર્ટી માટે માત્ર ઓપિનિયન જ લીધો હતો

SHARE:

– સમર્થન ઘણું મળ્યું છે પણ હવે હાલ નવી પાર્ટી નહી બનાવું

– કોંગ્રેસ હાઈ કમાન્ડ જે જવાબદારી સોંપે તે સ્વીકારશે

ભરૂચ,

કોંગ્રેસ માંથી વિભાજન કરી નવી પાર્ટી બનાવવાના સોશ્યલ મીડિયા પોસ્ટ બાદ એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આ મુદ્દે હવે વિચાર માંડી વાળ્યો હોવાનું કહ્યું છે.

કોંગ્રેસના સ્વગીય દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે શનિવારના રોજ કરેલા નવી પાર્ટી બનાવવવાની વાત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો.જોકે આજે આ મુદ્દે તેઓએ પીછે હઠ કરી છે અને કાર્યકરોની ઈચ્છા હતી તેથી ઓપિનીયમ મેળવવા આ કર્યું હતું.જેમાં સમર્થન પણ ખૂબ મળ્યું છે પણ હવે તે માટેનો વિચાર નથી અને કોંગ્રેસ હાઈ કમાન્ડ જે જવાબદારી આપે તે સ્વીકારની પણ વાત કહી છે.આ માટે તેમની બેન મુમતાઝ પટેલ જવાબદાર નથી પણ પોતે જ આ નિર્ણય કર્યો હોવાનું પણ ફૈઝલ પટેલે કર્યું હતું.તેઓએ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા બાબતે પણ કાર્યકરો નિરાશ થયા હતા તેમ પણ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફૈઝલ પટેલની આ પોસ્ટ કોંગ્રેસ પર દબાણ કરવા માટે કરવામાં આવી હતી કે શું ખરેખર ફૈઝલ પટેલ નવી પાર્ટી ઉભી કરી રહ્યા છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!