ભરૂચ,
ભરૂચના સિવિલ રોડ પર આવેલ સેવાયજ્ઞ સમિતિ સંચાલિત શેલ્ટર હોમ ખાતે મહાબલી હનુમાનજીના જન્મોત્સવના પાવનપર્વે શ્રી મહાબલી ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસાનું સામુહિક પઠન સાથે બાળકોના હસ્તે કેક કાપી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુ કેલેન્ડર મુજબ હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે.આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ ૧૨ એપ્રિલ ૨૦૨૫ શનિવારે ઉજવવામાં આવ્યો હતો.
શનિવારના શુભ સંયોગ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મહાબલી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ભરૂચમાં ઘરવિહોણા લોકો માટે ભરૂચ નગર પાલિકા નિર્માણધીન અને સેવાયજ્ઞ સમિતિ સંચાલિત શેલ્ટર હોમ ખાતે સેવાયજ્ઞ સમિતિના સહયોગથી શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.સાથે શ્રી હનુમાનજીના જન્મોત્સવના પાવનપર્વે ઉપસ્થિત બાળકોના હસ્તે કેક કાપી જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is